Love Shayari in Gujarati | 200+ ગુજરાતી પ્રેમ શાયરી 2022

Love Shayari in Gujarati | 200+ ગુજરાતી પ્રેમ શાયરી 2022 | love shayari in gujarati for girlfriend | ગુજરાતી શાયરી લવ text | ગુજરાતી શાયરી લખેલી sms..

Love Shayari in Gujarati

🌹ઓચિંતી થયેલી એ મુલાકાત સ્મિત વેરી ગઈ.
બે ઘડી આવી અને જૂની યાદો વાગોળી ગઈ
એ સબંધ અંતરથી હતો કે હતો જ નહી
વર્ષો પછી આજે વિચારવા મજબૂર કરી ગઈ.

 

ધરતી પર નભ નમે તો ગમે
મસ્ત આ મોસમ મા કોઇ યાદ કરે તો ગમે
વરસાદ તો વરસે તેની મોસમ છે
પણ કોઇની લાગણી બે-મોસમ વરસે તો ગમે.

 

મારી બધી નસોમાં વ્યાપીને એ ગયાં છે,
કેવું મજાનું સ્થાનક સ્થાપીને એ ગયાં છે!
આખી સફરમાં સાથે ચાલ્યા નહીં તો શું ગમ!
સંગાથે થોડું અંતર કાપીને એ ગયાં છે.

 

તે શરમાયને જોયું મને યાદ છે
તે પહેલી મુલાકાત મને હજી યાદ છે

તારો હસતો એ ચેહરો મને યાદ છે
ને તે ધીરેથી પૂછ્યું કેમ છે? મને યાદ છે

પવન સાથે લહેરાતા તારા વાળ મને યાદ છે
જે કરતા હતા મને પરેશાન હજુ યાદ છે
તે પહેલી મુલાકાત મને યાદ છે.

 

કોઈ રડતું હોય તો આંસુ ય લૂછી ના શકાય;
વ્હાલથી એના ખભે પણ હાથ મૂકી ના શકાય…
આવી લાચારી ન દેતો કોઈને અહીંયાં પ્રભુ;
બાળ રડતું હોય ને માતાથી ચૂમી ના શકાય..!!

Love Shayari in Gujarati

તારા આગમન માત્ર થી
અંગે અંગમાં ઝણઝણાટી થઇ ગઇ..!!

આંખોમાં થોડી તરવરાટ આવી ને
દોસ્તો મા બદનામી થઈ ગઈ..!!

તેં એક લટ ઉંચકીને પાછળ રાખી ત્યાં તો
શ્વાસ થોડા થંભ્યા ને જાન જતાં જતાં રહી ગઈ..!!

ખબર નહીં શું થશે મુલાકાત ટાણે
એ વિચાર માત્રથી મારી હાલત એક લાશ થઇ ગઇ.

 

૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું
ઘડકન બનીને તારા દીલમાં ઘડકવુ છે મારે
બનવુ છે મારે તારી ખુશીનું કારણ
ને તારા હોઠોની હસી બની મહેકવુ છે મારે- Taro Diku

 

ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

કાનો કાન પણ પડે ના ખબર કોઈને ના તો કહિએ.
વિસરી ને જગતની જંજાળ છાનામાના જઈએ,
ચાલ આજે તું ને હું પ્રેમની હોળી હોળી રમીએ,

કેસુડાં પાસેથી લઈએ રંગ મજાનો કેસરી,
વાતો એટલી મીઠી કરીએ કે મોરી લાગે મીસરી.

 

“સમય” અને “સમજણ” નસીબદાર માણસો પાસેજ એક સાથે આવે છે,
કારણકે “સમય” હોય છે
ત્યારે “સમજણ” નથી હોતી અને,
“સમજણ” આવે છે ત્યારે “સમય” ચાલ્યો ગયો હોય છે.

Love Shayari in Gujarati

પેહલા બે કલાક ઓછા પડતા અને અત્યારે બે મીનીટ પણ વાત થતિ નથી..
ગજબ નું છે તારું દિવસો વીતી ગયા..
પણ યાદ કરવાનું બહાનું હું ભૂલી નથી ..
ને તને યાદ હું હવે રહી નથી..☘️☘️

 

તુલસી ને કદી વુક્ષ ના સમજવું જોઈએ,
ગાય ને કદી પશું ના સમજવું,
અને માતા પિતાને કદી મનુષ્ય ના સમજવા…
કેમ કે,એ ત્રણે સાક્ષાત ભગવાન નું રુપ છે…

 

છેતરીને સંત બનવું તેના કરતા
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે..!

શનિ નડે છે એટલે બધા ને .
હનુમાન ચાલિસા મોઢે હોય છે….

પણ અફસોસ કૃષ્ણ કોઇ ને નડતો નથી બાકિ આખી ગીતા મોઢે હોત…

 

જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે
લોકોને સારો લાગ્યો છું,
જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે પારકા તો દુર
પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો છું…

 

તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની ગઇ.

Love Shayari in Gujarati

લહેરે થીજી ગયેલું ઝરણ ખળખળે નહીં
શોધું છું, ક્યાંય સૂર્યનું પગલું મળે નહીં
આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેળ
રાત્રિ ઉદાસીઓની છતાં કાં ઢળે નહીં?

 

શું હવે ફરિયાદ કરવી કે, દવા દેતાં નથી,
એ દશા છે કે એ દર્દો પણ, નવાં દેતાં નથી…

પ્રેમનો પ્યાલો હજી ભરપૂર છે, દુઃખ એ જ છે,
એ પીવા દેતાં નથી, એ ઢોળવા દેતાં નથી…

આ જમાનાના જુલમ, જગના સિતમ કોને કહું?
છે જીવન મારું છતાંયે, જીવવા દેતા નથી…

હોત એ કંટક કે પથ્થર, તો હટાવી દેત હું,
મંઝિલે મારા જ સાથી, પહોંચવા દેતા નથી…

જીંદગી જીવું છું એના, નામનો આધાર લઇ,
નામ પોતાનું મને જે, બોલવા દેતાં નથી…

 

એમની આંખો માં ઈશારા ઘણા હતા,
પ્રેમ માં આમ તો સહારા ઘણા હતા.
અમારે તો એમની આંખો નાં દરિયા માં જ ડૂબવું હતું,
બાકી જો ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા.

 

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી.

 

જ્યારે શીતળ આંખોની વાત થાય છે
ત્યારે પ્રેમના કિસ્સાની શરૂઆત થાય છે
બસ ખોવાયેલો રહું છું તારા ખાયલોમાં
ખબર જ નઇ ક્યારે દિવસ ને ક્યારે રાત થાય છે.

Love Shayari in Gujarati

પથિક તું ચેતજે પથના સહારા પણ દગો દેશે,
ધરીને રૂપ મંઝિલનું ઉતારા પણ દગો દેશે.

મને મજબૂર ના કરશો નહિ વિશ્વાસ હું લાવું,
અમારાને અનુભવ છે તમારા પણ દગો દેશે.

હું મારે હાથે જ ડૂબાડી દેત નૌકા મજધારે,
ખબરજો હોત મુજને કે કિનારા પણ દગો દેશે.

ઠરી જાશે હમણાં એમ માનીને મેં ન ઠાર્યા,
ખબર નહોતી નજીવા તિખારા પણ દગો દેશે.

હું જાણું છું છતાં લૂંટાવા જાઉં છું નિશદિન
શિકાયત ક્યાં રહી કે આ લૂંટારા પણ દગો દેશે.

 

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો.
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ,
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ,
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો.

 

કોઈ ને પ્રેમ ની ખબર નથી હોતી
તો કોઈ ને પ્રેમ ની અસર નથી હોતી
બહુ ઓછાને મળે છે સાચો પ્રેમ આ જગત માં
પણ જેને મળે છે એને કદર નથી હોતી.

 

જીવવા માંગુ છું એમની આંખોની શિતળતાને
પીવા ઈચ્છું છુ એમના હોઠોની કોમળતાને
શીખવા માંગુ છું એમની એ સરળતાને
કારણ કે ફક્ત સમજવા માંગુ છું પ્રેમની પવિત્રતાને

 

જાદૂ છે એમની દરેક વાતમાં
યાદ ખૂબ જ આવે છે આ ચાંદની રાતમાં
કાલ જોયું હતું સ્વપ્ન મે એ ઘડીઓનું
જ્યારે શોભતા હતા એ ગોરા હાથ આ હાથમાં

 

હદયના પુસ્તકમાં ગુલાબ એમનું હતુ
રાતની ઉંઘમાં સ્વપ્ન ૫ણ એમનું હતુ
કેટલો પ્રેમ કરે છે મને? જયારે અમે પુછી લીઘુ
મરી જશુ તમારા વગર, એ જવાબ એમનો હતો